વલસાડના ડુંગરીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, 9 લાખથી વધુની ચોરી
વલસાડ, 24 મે (હિ.સ.) : પારડી તાલુકાના ડુંગરી ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આશરે ₹9.02 લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. પરિવાર જન્મદિવસની ઉજવણીમાં ગયો હતો ત્યારે તસ્કરોએ મોકાનો લાભ લીધો હતો. માહિતી અનુસાર ડુંગરી ગામના બેરવાડ
બંધ મકાનના તાળા તોડી સોના-રોકડની ચોરી


વલસાડ, 24 મે (હિ.સ.) : પારડી તાલુકાના ડુંગરી ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આશરે ₹9.02 લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. પરિવાર જન્મદિવસની ઉજવણીમાં ગયો હતો ત્યારે તસ્કરોએ મોકાનો લાભ લીધો હતો.

માહિતી અનુસાર ડુંગરી ગામના બેરવાડ ફળિયામાં રહેતા પન્નાબેન પટેલનો પરિવાર શુક્રવારે સાંજે બલીઠા ખાતે તેમના ભાઈના દીકરાના જન્મદિવસ પ્રસંગે ગયો હતો. શરૂઆતમાં ઘરમાં મોટી દીકરી હાજર હતી, પરંતુ બાદમાં તે પણ બલીઠા જતા મકાન સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.

રાત્રે આશરે સાડા દસ વાગ્યે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. દરવાજો અંદરથી બંધ હોવાથી પરિવાર પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યો હતો. ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો તેમજ કબાટના લોકર અને સેટી પલંગના ડ્રોઅરના લોક તોડેલા હાલતમાં હતા.

તપાસ દરમિયાન ઘરમાંથી અંદાજે 205.5 ગ્રામ સોનાના દાગીના અને ₹80 હજારની રોકડ મળી કુલ ₹9.02 લાખની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. ચોરાયેલા દાગીનામાં બે મંગલસૂત્ર, સોનાની ચેઇન, બુટ્ટીની જોડી તેમજ પાંચ સોનાના પેન્ડલનો સમાવેશ થાય છે. રોકડ રકમમાં મહિલા મંડળના ₹50 હજાર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે પન્નાબેન પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી FSL ટીમ, ડોગ સ્ક્વોડ તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.

હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande