જામનગર જિલ્લાની જામનગર-ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ
જામનગર, 24 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી. જેમાં જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સરસ્વતીબેન ખાણધર તેમજ ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીક
જિલ્લા-તાલુકા પંચાયતના હોદેદારોની વરણી


જામનગર, 24 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી. જેમાં જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સરસ્વતીબેન ખાણધર તેમજ ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણભાઇ લીંબાસિયા જ્યારે જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વૈશાલીબેન ચનિયારા બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતાં.

જામનગર જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતાં. જેમાં જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સરસ્વતીબેન ખાણધર તેમજ ઉપપ્રમુખ તરીકે તરૂણભાઇ વસોયા બિનહરીફ થયા હતાં.

તે જ રીતે ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણભાઇ લીંબાસિયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન દલસાણિયા તેમજ જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વૈશાલીબેન ચનિયારા અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઇ રામપરિયા બિનહરીફ ચૂંટાયા હતાં. આ ઉપરાંત કાલાવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હરપાલસિંહ જાડેજા પણ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતાં.

જિલ્લાના ત્રણ તાલુકા પંચાયતના બિનહરીફ થયેલાં હોદ્દેદારોએ નવી જવાબદારીઓ સંભાળી લીધી હતી. તેઓના નેતૃત્વમાં જામનગર જિલ્લાના તાલુકાઓમાં પણ વિકાસના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પણ સભ્યો દ્વારા પાઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande