ભાવનગરના લંગાળા નજીક ગઠૂંલી નદીના ડ્રાઈવરજનમાં ટ્રક પલટી, યુવકનું મોત
ભાવનગ, 24 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામ નજીક લંગાળા-ઝાંઝમેર રોડ પર ગઠૂંલી નદી ઉપર પુલ નિર્માણ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બનાવવામાં આવેલા અસ્થાયી ડ્રાઈવરજનમાં એક ટ્રક પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ
ભાવનગર


ભાવનગ, 24 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામ નજીક લંગાળા-ઝાંઝમેર રોડ પર ગઠૂંલી નદી ઉપર પુલ નિર્માણ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બનાવવામાં આવેલા અસ્થાયી ડ્રાઈવરજનમાં એક ટ્રક પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પુલ નિર્માણના કારણે વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અસ્થાયી ડ્રાઈવરજન તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવરજન અત્યંત સાંકડું અને જોખમી હતું. ભારે વાહનો માટે પૂરતી જગ્યા ન હોવાના કારણે અકસ્માતની શક્યતા સતત બની રહેતી હતી. અકસ્માતના દિવસે ટ્રક પસાર થતી વખતે નિયંત્રણ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે પુલ નિર્માણ દરમિયાન સલામતીના પૂરતા ધોરણો જાળવવામાં આવ્યા નથી. ડ્રાઈવરજન પાસે ચેતવણીના બોર્ડ, યોગ્ય સાઇડ બેરિકેડ અથવા સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ઘટનાને પગલે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ પુલ નિર્માણ કામગીરી દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande