દમણગંગા નદીમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર, તપાસમાં વાપી ટાઉન પોલીસ
વાપી, 24 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી એક ચકચારજનક ઘટના સામે આવી છે, જ્યાં દમણગંગા નદીમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃ
સંવેદનશીલ તસ્વીર


વાપી, 24 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી એક ચકચારજનક ઘટના સામે આવી છે, જ્યાં દમણગંગા નદીમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ વાપીની દમણગંગા નદીમાં એક યુવતીનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતા વાપી ટાઉન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ યુવતી નાઇટ ડ્રેસમાં હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતક યુવતીની ઓળખ થઈ શકી નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ યુવતીની ઓળખ અને મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જો કોઈ વ્યક્તિને આ યુવતી અંગે કોઈ માહિતી કે ઓળખાણ હોય તો તેઓ વાપી ટાઉન પોલીસનો સંપર્ક કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande