વાપીમાં યોજાનારી “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા” પૂર્વે સુંદરકાંડ પાઠનો ધાર્મિક માહોલ
વાપી, 24 મે (હિ.સ.) : વાપી સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા આગામી 16 જાન્યુઆરી 2027થી યોજાનારી “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા”ને લઈને પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કથાના ભાગરૂપે છેલ્લા બે માસથી વાપી તથા આસપાસના વિસ્તારોમાં “સુંદરકાંડ
સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ


વાપી, 24 મે (હિ.સ.) : વાપી સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા આગામી 16 જાન્યુઆરી 2027થી યોજાનારી “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા”ને લઈને પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કથાના ભાગરૂપે છેલ્લા બે માસથી વાપી તથા આસપાસના વિસ્તારોમાં “સુંદરકાંડ” પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને ભક્તોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ભવ્ય કથાનું આયોજન વાપી ટાઉન ખાતે કસ્ટમ રોડ પર બુન મેક્સ સ્કૂલ સામે આવેલા વિશાળ મેદાનમાં વિશાળ સામિયાણા હેઠળ કરવામાં આવશે. સમસ્ત ભક્તોને કથાનો લાભ મળે તે હેતુથી વિવિધ વિસ્તારોમાં ધાર્મિક પાઠ યોજાઈ રહ્યા છે.

સંસ્થા તરફથી જણાવાયું છે કે “સુંદરકાંડ” પાઠનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી કોઈપણ સંસ્થા, મંડળ, વેપાર સ્થળ અથવા ઘરે પાઠ કરાવવા ઇચ્છતા હોય તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો સંપર્ક કરી શકે છે.

આ પાઠ દર શનિવાર, રવિવાર અને મંગળવારે યોજાય છે, જેમાં વાજિંત્ર સાથેની ટીમ ઉપસ્થિત રહે છે. શક્ય હોય ત્યાં પૂજ્ય કપિલ સ્વામીજી પણ ઉપસ્થિત રહેશે.સુંદરકાંડ પાઠ માટે રામ સ્વામી - 8200648239 અથવા કિરીટભાઈ રાણા – 8140977999 પર સંપર્ક કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande