વાપી ટાઉન પોલીસનો દારૂ પર મોટો પ્રહાર: ટેમ્પામાંથી રૂ.5.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વાપી, 24 મે (હિ.સ.) : વાપી ટાઉન પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત મોટી કાર્યવાહી કરતાં મહિન્દ્રા ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 912 બોટલો સાથે કુલ ₹5.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સાથે વાપી ટાઉન પોલીસ ટીમ


વાપી, 24 મે (હિ.સ.) : વાપી ટાઉન પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત મોટી કાર્યવાહી કરતાં મહિન્દ્રા ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 912 બોટલો સાથે કુલ ₹5.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને પ્રોહી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવે દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મળેલી બાતમીના આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અ.પો.કો. અલ્પેશભાઈ ભીમાભાઈ ડાંગર તથા અ.હે.કો. ઋતુરાજસિંહ કિરતસિંહને માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ. આર.ડી. પાટીલ, અ.હે.કો. ગિરિશભાઈ લાલુભાઈ વણઝારા, આ.પો.કો. ભવાનીસિંહ ભુપતસિંહ મોરી સહિતની ટીમને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.

પોલીસ ટીમે વાપી બલીઠા પોલીસ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન મહિન્દ્રા કંપનીનો SUPRO MAXI TRUCK નંબર GJ-01-DZ-1467 આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. ટેમ્પામાં તાડપત્રી નીચે છુપાવેલા ૧૯ પુઠ્ઠાના બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૧૨ બોટલો મળી આવી હતી.

પોલીસે અંદાજે ₹2.96 લાખનો દારૂ, ₹3 લાખનો ટેમ્પો તથા ₹2 હજારનો મોબાઇલ ફોન મળી કુલ ₹5.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ દારૂનો જથ્થો અંદાજે 164.160 લિટર હોવાનું સામે આવ્યું છે.

આ મામલે ટેમ્પો ચાલક હૈદરઅલી નિજામુદ્દીન અંસારી (રહે. સચીન, સુરત)ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તરીકે અનવર અંસારી (રહે. સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(A)(E), 81 અને 98(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.ડી. પાટીલ, અ.હે.કો. ઋતુરાજસિંહ કિરતસિંહ, અ.હે.કો. ગિરિશભાઈ લાલુભાઈ વણઝારા, આ.પો.કો. ભવાનીસિંહ ભુપતસિંહ મોરી તથા અ.પો.કો. અલ્પેશકુમાર ભીમાભાઈ ડાંગરની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande