નવસારી પૂર્ણા બ્રિજ પર અકસ્માત: ડમ્પરની ટક્કરથી ગડર કાર પર પડ્યું, મોટી દુર્ઘટના ટળી
નવસારી, 24 મે (હિ.સ.) નવસારીમાં પૂર્ણા નદી પર આવેલા ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભારે વાહન ચલાવતા ડમ્પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા બ્રિજ પર લગાવવામાં આવેલા સુરક્ષા ગડરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે ગડર તૂટી નીચે પસાર થઈ ર
Navsari


નવસારી, 24 મે (હિ.સ.) નવસારીમાં પૂર્ણા નદી પર આવેલા ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભારે વાહન ચલાવતા ડમ્પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા બ્રિજ પર લગાવવામાં આવેલા સુરક્ષા ગડરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે ગડર તૂટી નીચે પસાર થઈ રહેલી કાર પર પડ્યું, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. જોકે, કારમાં સવાર લોકો સુરક્ષિત બચી જતા મોટી જાનહાનિ ટળી હતી.

અકસાન્ત બાદ બ્રિજ પર ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી અને હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. માહિતી મળતા જ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરી હતી.

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ બ્રિજ પર ગડર તૂટવાની આ ચોથી ઘટના નોંધાઈ છે. બ્રિજ પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનું પાલન થતું નથી. સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ભારે વાહનો સામે કડક કાર્યવાહી સાથે કાયમી સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande