
પાટણ, 24 મે (હિ.સ.) : પાટણના કેનાલ રોડ પર આવેલી પાયલ પાર્ક સોસાયટી નજીક ભરવાડ સમાજ સંકુલ ખાતે ભરવાડ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 51 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં સમાજના યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે, તેથી દરેકે રક્તદાન માટે આગળ આવવું જોઈએ.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલભાઈ સુસરા, હરેશભાઈ અનાવાડા, કોર્પોરેટર રેણુકાબેન ઠાકોર, ટીનાભાઈ ભરવાડ, જયેશભાઈ ગોલતર અને જયેશભાઈ કતપુર સહિત સમાજના અનેક અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ઉનાળામાં મોટાભાગે દરેક શહેરમાં રક્તની વધારે અછત જોવા મળતી હોય છે ત્યારે આ પ્રકારનું આયોજન પ્રશંસાને પાત્ર છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ