પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલતા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી
પાટણ, 24 મે (હિ.સ.) : પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલતા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા રસ્તા, પુલો અને સરકારી મકાનોના બાંધકામ અંગે માર્ચ-2026 સુધીની ભૌતિક અને
પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલતા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી


પાટણ, 24 મે (હિ.સ.) : પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલતા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા રસ્તા, પુલો અને સરકારી મકાનોના બાંધકામ અંગે માર્ચ-2026 સુધીની ભૌતિક અને નાણાંકીય પ્રગતિનો અહેવાલ રજૂ કરાયો હતો. બેઠકમાં બાકી રહેલા તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લામાં રસ્તા અને પુલોના કુલ 36 કામો માટે રૂ. 46206.55 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી માર્ચ-2026 સુધીમાં 23 કામોમાં ભૌતિક સિદ્ધિ મેળવી કુલ રૂ. 8528.45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તાલુકાવાર રીતે સિદ્ધપુર, હારીજ અને સમી તાલુકામાં સૌથી વધુ કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાયું હતું.

પાટણ તાલુકામાં 4 કામો માટે રૂ. 2812.00 લાખ મંજૂર કરાયા હતા, જ્યારે હારીજમાં 6 કામો માટે રૂ. 7330.00 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. સમી તાલુકામાં 5 કામો માટે રૂ. 5115.00 લાખ મંજૂર કરી તેમાં નોંધપાત્ર ખર્ચ કરવામાં આવ્યો છે. ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર અને શંખેશ્વર તાલુકામાં પણ વિવિધ માર્ગ અને પુલોના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે.

બેઠક દરમિયાન પાટણ-ઊંઝા રોડ પર નવા ચાર માર્ગીય માઇનોર બ્રિજના પ્રોજેક્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રૂ. 2000.00 લાખના ખર્ચે મંજૂર થયેલી આ કામગીરી હાલ પ્રગતિમાં છે અને અત્યાર સુધીમાં રૂ. 328.20 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande