હિન્દીને સક્ષમ કરવામાં, વિવિધ ક્ષેત્રના લોકોની ભૂમિકા : વડાપ્રધાન
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી છે
હિન્દીને સક્ષમ કરવામાં, વિવિધ ક્ષેત્રના લોકોની ભૂમિકા : વડાપ્રધાન


નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે," હિન્દીને સક્ષમ અને સમર્થ બનાવવામાં, વિવિધ પ્રદેશોના લોકોએ તેમની નોંધપાત્ર ભૂમિકા ભજવી છે."

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે," હિન્દી દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હિન્દીને સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં, વિવિધ પ્રદેશોના લોકોએ, તેમની નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તે તમામ લોકોના પ્રયત્નોનુ પરિણામ છે કે, વૈશ્વિક મંચ પર હિન્દી, સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે."

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / પ્રભાત ઓઝા / માધવી


 rajesh pande