પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઇલ $ 75 ને પાર..
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હોવા છતાં, સ્થાન

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હોવા છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ક્રૂડ ઓઈલની વધતી માંગને કારણે, બ્રેન્ટ ક્રૂડ $ 75.46 પર પહોંચી ગયું છે. જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડમાં પણ બે ડોલરથી વધુનો વધારો થયો છે. આ હોવા છતાં, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ, સતત 11 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો નથી. ગુરુવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશના અન્ય મહાનગરો, મુંબઇ, ચેન્નઇ અને કોલકાતામાં પેટ્રોલની કિંમત અનુક્રમે 107.26 રૂપિયા, 98.96 રૂપિયા અને 101.62 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. તે જ સમયે, ડીઝલ અનુક્રમે 96.19 રૂપિયા, 93.26 રૂપિયા અને 91.71 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની વધતી માંગને કારણે, બ્રેન્ટ ક્રૂડ બુધવારે અમેરિકી બજારમાં $ 1.86 અથવા 2.5 ટકા વધીને $ 75.46 પ્રતિ બેરલ પર બંધ થયું હતું. તે જ સમયે, WTI ક્રૂડ પણ 2.15 અથવા 3.05 ટકા વધીને 72.61 ડોલર પ્રતિ બેરલ પર સ્થિર થયું. અત્યાર સુધી, સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે ફેરફાર થયા છે, જેમાં બંને ઇંધણની કિંમતોમાં અનુક્રમે 30 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પ્રભાત ઓઝા/ હિતેશ


 rajesh pande