ઓસ્ટ્રેલિયા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ અને પ્રો લીગના ત્રીજા તબક્કામાં, ભાગ નહીં લે
મેલબોર્ન, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાની પુરુષ હોકી ટીમ, આ વર્ષના અંતમાં ભારતમાં યોજ
ઓસ્ટ્રેલિયા હોકી 


મેલબોર્ન, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાની પુરુષ હોકી ટીમ, આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. હોકી ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે જાહેરાત કરી કે, ઓસ્ટ્રેલિયાની મહિલા અને પુરુષોની હોકી ટીમો કોવીડ-19 સાથે જોડાયેલા સરકારી મુસાફરી પ્રતિબંધોને કારણે, સંખ્યાબંધ એફઆઇએચ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. એફઆઇએચ ની આ ટુર્નામેન્ટમાં, જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે, જે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં રમાશે. તેની મેચનું સ્થળ હજુ સુધી કન્ફર્મ થયું નથી.

હોકી ઓસ્ટ્રેલિયાએ પણ જાહેરાત કરી હતી કે, તેમની ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ટીમ અને તેમની ટ્રાન્સ તસ્માન હરીફ, ન્યૂઝીલેન્ડ પણ આવતા મહિને શરૂ થનારી પ્રો લીગની ત્રીજી સિઝનમાં ભાગ નહીં લે.

હોકી ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું, 'ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને એફઆઈએચ પ્રો લીગ (ઓક્ટોબર 2021 થી શરૂ થનારી) ની ત્રીજી સીઝનમાં, કોવિડ સંબંધિત સરકારી મુસાફરી પ્રતિબંધો અને બંને દેશોમાં અનિશ્ચિતતાને કારણે ભાગ લેશે નહીં."

હોકી ઓસ્ટ્રેલિયાના એક્ઝિક્યુટિવ સીઈઓ માઈકલ જ્હોનસને જણાવ્યું હતું કે, "જોખમ આકારણી અને વર્તમાન ઓસ્ટ્રેલિયન સરકારની આરોગ્ય સલાહને આધારે, હોકી ઓસ્ટ્રેલિયા આ સમયે હોકી સંબંધિત વિદેશ પ્રવાસ પર વિચાર કરી રહ્યું નથી."

તેમણે કહ્યું, "એફઆઈએચ પ્રો લીગમાંથી અમારી ગેરહાજરી અંગેનો નિર્ણય એક સામૂહિક નિર્ણય હતો જે તમામ દેશો દ્વારા મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુસાફરીમાં મુશ્કેલી અથવા અસમર્થતાના આધારે સંમત થયો હતો."

તેમણે ઉમેર્યું, "ઓસ્ટ્રેલિયામાં તે સ્પષ્ટ છે કે, આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને હળવો કરવાનો હજુ પણ એક રસ્તો છે અને કોઈ પણ પ્રતિસ્પર્ધી દેશ કોઈ ખાતરી વિના આગામી પ્રો લીગ સીઝનમાં પ્રવેશવા માંગતો નથી."

નોંધનીય છે કે, જુનિયર વર્લ્ડ કપ અને પ્રો લીગ સિવાય, ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારા જુનિયર મહિલા વર્લ્ડ કપ, બેલ્જિયમમાં ઇન્ડોર વર્લ્ડ કપ અને 2022 માં અમેરિકામાં થનારા માસ્ટર્સ ઇન્ડોર વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 rajesh pande