તાલિબાનને અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવવા માટે, સમય આપવો જોઈએ : શેખ રાશિદ ખાન
ઇસ્લામાબાદ,નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ખાને કહ્યું છે કે," તાલ
તાલિબાનને અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવવા માટે, સમય આપવો જોઈએ : શેખ રાશિદ ખાન


ઇસ્લામાબાદ,નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ખાને કહ્યું છે કે," તાલિબાનને અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવવા માટે સમય આપવો જોઈએ. આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનમાં જમીની વાસ્તવિકતા સમજવા વિનંતી કરી છે."

રશીદે કહ્યું કે," અફઘાન પ્રજાને હાલની પરિસ્થિતિમાં એકલા ન છોડવા જોઈએ. આ સાથે, માનવીય ધોરણે તેમને ખોરાક, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ."

ગુરુવારે ઇસ્લામાબાદમાં સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના હાઇ કમિશનર ફિલિપો ગ્રાન્ડી સાથેની બેઠક દરમિયાન, રશીદે કહ્યું કે," પાકિસ્તાન તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ ઇચ્છે છે. કારણ કે તેણે દેશમાં શાસન માટે નાણાકીય અને માનવ સંસાધનોની જોગવાઇ પર ભાર મૂક્યો હતો. વિશ્વને અફઘાનિસ્તાન વિશેની જમીની હકીકત સમજવાની જરૂર છે."

રાશિદે એમ પણ કહ્યું કે," પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હાજર અફઘાન નાગરિકો અને વિદેશીઓને બહાર કાઢવા માટે, ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિના સંદર્ભમાં, પાકિસ્તાનમાં કોઈ અફઘાન શરણાર્થીઓ નથી અને કોઈ શરણાર્થી કેમ્પ નથી."

ઉલ્લેખનીય છે કે, તાલિબાને ગયા અઠવાડિયે અફઘાનિસ્તાનમાં વચગાળાની ઇસ્લામિક સરકારની રચના કરી હતી. તાલિબાનના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે અને તેના પર ખુલ્લેઆમ અને ગુપ્ત રીતે તાલિબાન જૂથને સમર્થન આપવાનો આરોપ છે. જોકે, ઈસ્લામાબાદ આ આરોપોને નકારી રહ્યું છે.

ઘણા દેશોએ કહ્યું છે કે," તેઓ જોશે કે, તાલિબાન તેમના શાસનને રાજદ્વારી માન્યતા આપતા પહેલા સમાવેશી અફઘાન સરકાર અને માનવાધિકાર સુનિશ્ચિત કરવાના તેમના વચનો પૂરા કરે છે કે નહીં."

આ સપ્તાહની શરૂઆતમાં, ગ્રાન્ડીએ દેશની અંદર અફઘાન અને વિદેશ ભાગી ગયેલા શરણાર્થીઓ માટે, "તાત્કાલિક અને નિરંતર" સહાયની હાકલ કરી હતી. બુધવારે અફઘાનિસ્તાનની તેમની ત્રણ દિવસીય મુલાકાત પછી, ગ્રાન્ડીએ ચેતવણી આપી હતી કે, જો જાહેર સેવાઓ અને અર્થવ્યવસ્થા તૂટી જશે, તો આપણે દેશની અંદર અને બહાર વધુ પીડા, અસ્થિરતા અને વિસ્થાપન જોવ મળશે."

હિન્દુસ્થાન સમાચાર/સુપ્રભા/દધીબલ / હિતેશ


 rajesh pande