પૂર્વી અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં ત્રણના મોત
જલાલાબાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનના પૂર્વ નાંગરહાર પ્રાંતની રાજધાનીમાં તાલિબાનના વાહનને નિશ
પૂર્વી અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં ત્રણના મોત


જલાલાબાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનના પૂર્વ નાંગરહાર પ્રાંતની રાજધાનીમાં તાલિબાનના વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે.

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે, પૂર્વ અફઘાનિસ્તાનમાં મુખ્ય મથક ધરાવતા વધતા જતા હિંસક ઇસ્લામિક સ્ટેટ જૂથના સાથીઓ અફઘાનિસ્તાનના નવા તાલિબાન શાસકોના દુશ્મન છે.

મૃતકો અને ઘાયલોમાં તાલિબાન અધિકારીઓ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

આ સિવાય પોલીસ અધિકારીએ કહ્યું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બોમ્બ ધડાકાથી કોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/સુપ્રભા/દધીબલ


 rajesh pande