તાલિબાનોએ શાળાઓમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો
કાબુલ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનમાં, તાલિબાનના આદેશ પર, તમામ શાળાઓ શનિવારથી ખોલવામાં આવી છે
તાલિબાનોએ શાળાઓમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો


કાબુલ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનમાં, તાલિબાનના આદેશ પર, તમામ શાળાઓ શનિવારથી ખોલવામાં આવી છે પરંતુ માત્ર છોકરાઓને જ શાળામાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ શિક્ષકો પણ માત્ર પુરુષો જ હશે. આ દરમિયાન છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શુક્રવારે મોડી સાંજે તાલિબાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે શનિવારથી છોકરાઓ માટેની શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. તમામ પુરુષ શિક્ષકો હવે શાળાઓમાં ભણી શકશે.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને યુનિસેફે કહ્યું છે કે તે મહત્વનું છે કે મોટી છોકરીઓ સહિત તમામ છોકરીઓ વધુ વિલંબ કર્યા વગર તેમનું શિક્ષણ ફરી શરૂ કરી શકે. તે માટે, અમારે મહિલા શિક્ષકોની જરૂર છે કે તેઓ ફરીથી શિક્ષણ શરૂ કરે.

આ સિવાય તાલિબાનોએ મહિલા બાબતોના મંત્રાલયને પણ બંધ કરી દીધું છે. આ દર્શાવે છે કે તાલિબાન અને મહિલાઓ પ્રત્યે તાલિબાનનું વલણ નરમ પડ્યું નથી. નવનિયુક્ત શિક્ષણ મંત્રી શેખ અબ્દુલબાકી હક્કાનીએ કહ્યું છે કે શિક્ષણ પ્રવૃત્તિઓ શરિયા કાયદા હેઠળ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર/સુપ્રભા/દધીબલ


 rajesh pande