વડાપ્રધાનની મુલાકાતે ગુજરાત સીએમ...
અમદાવાદ,19 સપ્ટેમ્બર (હિ. સ.) ગુજરાતમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આવતીક
વડાપ્રધાનની મુલાકાતે ગુજરાત સીએમ...


અમદાવાદ,19 સપ્ટેમ્બર (હિ. સ.) ગુજરાતમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આવતીકાલે દિલ્હી જવાના છે. સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે. જ્યાં તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ કરવાના છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવા જવાના છે.

ગુજરાતમાં આગામી સમયમાં કયા કામો કરવામાં આવે અને ચૂંટણીને લઈને પણ તેઓ કોઈ ચર્ચા કરી શકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, કોઇ પણ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની વરણી બાદ દેશનાં વડાપ્રધાન સાથે બેઠક કરવાની પરંપરા રહી છે. જે હેઠળ તેઓ શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી જઈ રહ્યા છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર


 rajesh pande