ગુજરાતમા વરસાદ ની આગાહી ....
અમદાવાદ,19 સપ્ટેમ્બર (હિ. સ.) ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં પડેલા વરસાદથી, રાજ્યનો મોસમનો કુલ વરસાદ 73
ગુજરાતમા વરસાદ ની આગાહી ....


અમદાવાદ,19 સપ્ટેમ્બર (હિ. સ.) ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં પડેલા વરસાદથી, રાજ્યનો મોસમનો કુલ વરસાદ 73.95 ટકા થયો છે. જે ઓગષ્ટ માસના અંતમાં 51 ટકા હતો. એટલે કે છેલ્લા 20 દિવસમાં રાજ્યમાં મોસમનો 24 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ આગામી 21 સપ્ટેમ્બર સુધી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના અત્યાર સુધી સરેરાશ 73.67 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 75.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 57.41 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73.95 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 62.83 ટકા, સૌરાષ્ટ્રમાં 87.17 ટકા વરસાદ વરસ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર


 rajesh pande