મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાડા ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી
લખનૌ,નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, રાજ્ય સરકારના 'સાડ
યોગી આદિત્યનાથ 


લખનૌ,નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, રાજ્ય સરકારના 'સાડા ચાર વર્ષ' પૂર્ણ થવા પર તેમની સિદ્ધિઓનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. રવિવારે, લોક ભવનમાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ રાજ્યના 24 કરોડ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે," આ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નેતૃત્વનું સતત માર્ગદર્શન અને સહકાર મળ્યો છે. પછી એક પછી એક, તેમણે અડધી સદી દરમિયાન તેમની સરકારના કાર્યો જણાવ્યા અને માહિતી આપી કે, 44 કેન્દ્રીય યોજનાઓમાં ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન, રસ્તાઓનું નિર્માણ અને કાયદો અને વ્યવસ્થા વગેરે અંગે પોતાના રિપોર્ટ કાર્ડમાં વિગતવાર સમજાવ્યું."

પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી અને સંસ્થાના તમામ પદાધિકારીઓનો પણ તેમની સરકારને ટેકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે," સરકારના સાડા ચાર વર્ષ સુરક્ષા અને સુશાસનની દ્રષ્ટિએ રાજ્ય માટે અવિસ્મરણીય કાર્યકાળ તરીકે ગણવામાં આવશે." યોગીએ કહ્યું કે," અમારી સરકારમાં 4.7 લાખ કરોડથી વધુના રોકાણના પ્રસ્તાવો મળ્યા હતા, કોરોનાના સમયગાળા દરમિયાન પણ રાજ્યને 56 હજાર કરોડથી વધુનુ વિદેશી રોકાણ મળ્યું હતું. ઉત્તર પ્રદેશનો વિકાસ દર બમણો થયો છે. GSDP માત્ર ચાર વર્ષમાં 10.9 લાખ કરોડથી વધીને 121.73 લાખ કરોડ થયું છે."

યોગી આદિત્યનાથે યાદ અપાવ્યું કે," તેમની સરકાર રચાતા પહેલા, વ્યાવસાયિક ગુનેગારો અને માફિયા સત્તાના માલિક બન્યા અને સત્તાના રક્ષણમાં ભય અને ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું. હુલ્લડો રાજ્યનો ટ્રેન્ડ બની ગયો હતો. ખાસ કરીને 2012 અને 2017 વચ્ચેના સમયગાળામાં, દર ત્રીજા અને ચોથા દિવસે મોટો હુલ્લડ થતો હતો. ઉલટું, ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં તોફાનો થયા નથી. આ સરકારમાં, ગુનેગારો અથવા માફિયાઓ, જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના, કાયદાના દાયરામાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી."

રિપોર્ટ કાર્ડ રજૂ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે," રાજ્ય વિશેની પૂર્વધારણાઓને તોડવાનું કામ કરવામાં આવ્યું છે. આજે 44 કેન્દ્રીય યોજનાઓમાં ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. અમારી સરકારે નકલી રેશનકાર્ડ નાબૂદ કર્યા છે. રાજ્યમાં 80 હજારથી વધુ રેશનની દુકાનો EPOS મશીનો સાથે, જોડાયેલી હતી. સરકારને દર વર્ષે 1200 કરોડ રૂપિયાનો લાભ મળ્યો."

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારે 'સંકલ્પ સે સિદ્ધિ'ના મંત્રને અનુસરીને સતત તેના તમામ વચનો પર કામ કર્યું છે. અમે 2017 માં સરકારની રચના થતાં જ 86 લાખ નાના અને સીમાંત ખેડૂતોની 36 હજાર કરોડની લોન માફ કરી દીધી. આ અગાઉની સરકાર કરતા 22 ગણી વધારે છે. પીએમ કિસાન યોજના (દરેક ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયા) હેઠળ રાજ્યના 2.5 કરોડ ખેડૂતોને 32 હજાર, 500 કરોડ આપવામાં આવ્યા હતા. ખેડૂતોને ઓછા વ્યાજ પર લગભગ ચાર લાખ કરોડની પાક લોન આપવામાં આવી હતી. કુલ 78 લાખ ખેડૂતોને 78 હજાર કરોડ ચૂકવ્યા બાદ સરકારે MSP પર 434 લાખ મેટ્રિક ટન પાક ખરીદ્યો. આ સિવાય 45 લાખ શેરડીના ખેડૂતોને એક લાખ, 38 હજાર કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જે અગાઉની સરકાર કરતા 45 ટકા વધારે છે. સરકારના સાડા ચાર વર્ષમાં સિંચાઈની ક્ષમતામાં 3.77 લાખ હેક્ટરનો વધારો થયો છે."

યોગી આદિત્યનાથે કહ્યું કે," અમારી સરકારમાં માતૃત્વ શક્તિને સશક્ત બનાવવા માટે પણ ઘણા કામો કરવામાં આવ્યા હતા. મિશન શક્તિ હેઠળ સાત કરોડથી વધુ મહિલાઓને સલામત વાતાવરણ અને સશક્તિકરણની તકો પૂરી પાડવામાં આવી હતી. ચાર હજાર મહિલાઓની ભરતી સાથે, રાણી અવંતીબાઈ લોધી, ઉદાદેવી અને ઝાલકરીબાઈ મહિલા બટાલિયનની રચના કરવામાં આવી હતી. આ સાથે, એક લાખથી વધુ મહિલાઓને સરકારી નોકરીઓ આપવામાં આવી હતી અને એક કરોડ મહિલાઓને 10 લાખ SHG નેટવર્ક દ્વારા રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. આ સિવાય 7.6 લાખ છોકરીઓને મુખ્યમંત્રી કન્યાસુમંગલા યોજના હેઠળ નિયમિત નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ કુલ 1.5 કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન અને 350 લાખ નિરાધાર અને વૃદ્ધ મહિલાઓને 500 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવી રહ્યું છે."

યોગીએ યુવાનો માટે કરેલા કામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે," રાજ્યના યુવાનોને સક્ષમ બનાવવા માટે 4.25 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી હતી. જે અગાઉની સરકારની સરખામણીમાં બે ગણી વધારે છે. 82 લાખ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોમાં 12 લાખ કરોડનું રોકાણ કરીને ત્રણ લાખ યુવાનોને સરકારી નોકરીઓ અને બે કરોડ યુવાનોને રોજગારીની તકો. એક જિલ્લા એક ઉત્પાદન યોજના અંતર્ગત 25 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. UPSC, UPPSC, SSC, NEET, JEE જેવી પરીક્ષાઓ માટે મફત કોચિંગ દ્વારા એક વર્ષમાં 10 હજાર યુવાનોને લાભ થયો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે, ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતાઓને 26 કરોડ સુધીના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા."

મુખ્યમંત્રીએ કહ્યું કે," આ સિવાય રાજ્યના છોકરા-છોકરીઓને ઉચ્ચતમ શિક્ષણની સુવિધાઓ આપવા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા હતા. જણાવ્યું કે, રાજ્યમાં લગભગ બે લાખ, 60 હજાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ચાલી રહી છે, જે દરેક બાળકની 1-3 કિમીની પહોંચમાં છે અને ઓપરેશન કાયકલ્પ હેઠળ એક લાખથી વધુ, 30 હજાર શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્રણ રાજ્ય યુનિવર્સિટીઓ, 57 નવી કોલેજો771 નવી કસ્તુરબા વિદ્યાલય અને 18 અટલ નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે 62 હજાર શિક્ષકોના પગારમાં 1.5 ગણાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રામાણિક સરકાર ભાજપની પ્રાથમિકતા છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન અંગે, અગાઉની સરકારો દ્વારા ભ્રષ્ટાચારના વિવિધ કેસો.

એક ઉત્પાદન યોજના હેઠળ 25 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. UPSC, UPPSC, SSC, NEET, JEE જેવી પરીક્ષાઓ માટે મફત કોચિંગ દ્વારા એક વર્ષમાં 10 હજાર યુવાનોને લાભ થયો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે, ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતાઓને 26 કરોડ સુધીના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ સિવાય રાજ્યના છોકરા-છોકરીઓને ઉચ્ચતમ શિક્ષણની સુવિધાઓ આપવા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા હતા. જણાવ્યું કે રાજ્યમાં લગભગ બે લાખ, 60 હજાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ચાલી રહી છે, જે દરેક બાળકની 1-3 કિમીની પહોંચમાં છે અને ઓપરેશન કાયકલ્પ હેઠળ એક લાખથી વધુ, 30 હજાર શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્રણ રાજ્ય યુનિવર્સિટીઓ, 57 નવી કોલેજો, 28 નવી એન્જિનિયરિંગ કોલેજો, 26 નવી પોલીટેકનિક, 79 નવી IIT ની સ્થાપના કરવામાં આવી હતી.આ સિવાય 250 નવી આંતર કોલેજો, 771 નવી કસ્તુરબા વિદ્યાલય અને 18 અટલ નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે 62 હજાર શિક્ષકોના પગારમાં 1.5 ગણાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો.

યોગીજી નું કહેવું છે, સબકા સાથ સબકા વિકાસ.

હિન્દુસ્થાન સમાચાર/દિલીપ/પી.એન.દિવેદી/માધવી


 rajesh pande