ઇસ્લામાબાદ ના મદરેસામાં તાલિબાનના ઝંડા ને લઈને, મૌલાના ની પોલીસ સાથે અથડામણ
ઇસ્લામાબાદ, નવી દિલ્હી,19 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનમાં તાલિબાનની યાત્રામાં મોટી ભૂમિકા ભજવનાર પા
ઇસ્લામાબાદ ના મદરેસામાં તાલિબાનના ઝંડા ને લઈને, મૌલાના ની પોલીસ સાથે અથડામણ


ઇસ્લામાબાદ, નવી દિલ્હી,19 સપ્ટેમ્બર (હિ.સ.) અફઘાનિસ્તાનમાં તાલિબાનની યાત્રામાં મોટી ભૂમિકા ભજવનાર પાકિસ્તાન, ઘણા ફોરમમાં તાલિબાનને ટેકો આપી રહ્યું છે. આમ હોવા છતાં, પાકિસ્તાન ઇચ્છતું નથી કે પાકિસ્તાનમાં તાલિબાનનો કોઈ પ્રભાવ દેખાય. તાજેતરના કિસ્સામાં, પોલીસ મદરેસામાં સ્થાપિત તાલિબાનના ઝંડા ને ઉતારવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચી હતી, પરંતુ સ્થાનિક લોકોએ વિરોધ કર્યા બાદ અને મૌલાના વચ્ચે ઘર્ષણ થતાં પોલીસને પરત ફરવું પડ્યું હતું. મૌલાના અબ્દુલ અઝીઝ અને મદરેસાના વિદ્યાર્થીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી.

ઇસ્લામાબાદની સૌથી પ્રખ્યાત મદરેસા જામિયા હાફસામાં તાલિબાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે આ ઝંડા નો વિરોધ કરનારી ટીમ તેને નીચે ઉતારવા માટે ત્યાં પહોંચી ત્યારે પોલીસને, મૌલાના અબ્દુલ અઝીઝ અને મદરેસાના વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરવો પડ્યો. મૌલાના અબ્દુલ અઝીઝ પોલીસની સામે ઉભા રહ્યા, ત્યારબાદ પોલીસ ટીમ ઝંડો ઉતાર્યા વગર પરત ફરી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અબ્દુલ અઝીઝ પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે. મૌલાનાએ પોલીસકર્મીઓને કહ્યું કે ઇસ્લામાબાદમાં શરિયા કાયદો લાગુ કરવાની તેમની માંગ સરકારે સ્વીકારી લીધી છે. તેઓ પોલીસકર્મીઓને આ નોકરી છોડવા માટે કહી રહ્યા છે. મૌલાના ધમકી આપી રહ્યા છે કે પાકિસ્તાન તાલિબાન તમને બધાને પાઠ ભણાવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મદરેસાના મોટી સંખ્યામાં બુરખા પહેરેલા વિદ્યાર્થીઓ પોલીસને રોકવા માટે ટેરેસ પર હાજર હતા.

દરમિયાન, અબ્દુલ અઝીઝના પ્રવક્તાએ કહ્યું કે, ઇસ્લામાબાદના આસિસ્ટન્ટ કમિશનર અને ઇસ્લામાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીએ અબ્દુલ અઝીઝ સાથે જામિયા હાફસા ખાતે વાતચીત કરી હતી અને તેઓએ તેમની પાસે તેમની માંગણીઓ રજૂ કરી હતી. આમાં મુખ્ય મુદ્દો શરિયાનો અમલ હતો. મૌલાના અબ્દુલ અઝીઝ દ્વારા એક ઓડિયો સંદેશ પણ બહાર પાડવામાં આવ્યો હતો. આ સંદેશમાં અબ્દુલ અઝીઝે કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ શરિયતનો અમલ કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર/અજીત તિવારી/દધીબલ/ માધવી


 rajesh pande