પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમની સ્મૃતિચિન્હ ની ઇ-હરાજીમાં ભાગ લેવા હાકલ કરી
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, નાગરિકોને પ્રતિષ્ઠિત અને યાદગાર ભેટો અ
પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમની સ્મૃતિચિન્હ ની ઇ-હરાજીમાં ભાગ લેવા હાકલ કરી


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, નાગરિકોને પ્રતિષ્ઠિત અને યાદગાર ભેટો અને સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાં ભાગ લેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે," ગંગા નદીના સંરક્ષણ અને કાયાકલ્પ માટે ઈ-હરાજીમાંથી મળેલી રકમ, નમામી ગંગે અભિયાનને આપવામાં આવશે."

વેબ પોર્ટલ https://pmmementos.gov.in દ્વારા, 17 મી સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન મોદીને ભેટોની ઇ-હરાજીની ત્રીજી આવૃત્તિ દ્વારા આયોજન કરવામાં આવે છે. વ્યક્તિઓ અને સંસ્થાઓ ઈ-હરાજીમાં ઉપરોક્ત વેબ પોર્ટલ દ્વારા ભાગ લઈ શકે છે.

રવિવારે એક વીડિયો શેર કરતા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે," સમય જતાં, મને ઘણી ભેટો અને સ્મૃતિચિન્હો મળ્યા છે. જેની હરાજી થઈ રહી છે. આમાં અમારા ઓલિમ્પિક નાયકો દ્વારા આપવામાં આવેલ વિશેષ સ્મૃતિચિહનોનો સમાવેશ થાય છે. હરાજીમાં અવશ્ય ભાગ લો. આ રકમ નમામી ગંગે પહેલ માં જશે. "

સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્મૃતિચિહનોમાં ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા પ્રધાનમંત્રીને ભેટ કરેલા સ્પોર્ટ્સ ગિયર અને સાધનોનો સમાવેશ થાય છે. અન્ય રસપ્રદ કલાકૃતિઓમાં અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની પ્રતિકૃતિઓ, મોડેલો, શિલ્પો, ચિત્રો અને આંગવસ્ત્રોનો સમાવેશ થાય છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇ-હરાજીના આ તબક્કામાં લગભગ 1330 સંભારણાઓની ઇ-હરાજી કરવામાં આવી રહી છે. ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને નીરજ ચોપરા દ્વારા ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં ઉપયોગમાં લેવાતા ભાલા, સૌથી વધુ બેઝ પ્રાઈસ વસ્તુઓ છે. આ દરેક વસ્તુઓની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે. સૌથી ઓછી કિંમતની વસ્તુઓમાં એક લઘુચિત્ર સુશોભન હાથી છે, જેની કિંમત 200 રૂપિયા છે.

કેટલીક અન્ય વસ્તુઓ જેમ કે, લવલીના બોર્ગોહેન દ્વારા ઉપયોગમાં લેવાતા બોક્સિંગ ગ્લોવ્સ, જે તળિયે પટ્ટાવાળા હેન્ડલ્સ સાથે વાદળી રંગના છે અને ખેલાડીએ પોતે સહી કરી છે, તે પણ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કૃષ્ણા નાગર દ્વારા સહી કરાયેલ બેડમિન્ટન રેકેટ માટે પણ, બોલી લગાવવામાં આવી રહી છે. એક ટેબલ ટેનિસ રેકેટ પણ છે, જેમાં ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે સહી કરી છે. તેનો ઉપયોગ ભાવિના પટેલે, ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ/માધવી


 rajesh pande