નવ નિયુક્ત પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ, ભાદરવી પૂનમની શુભેચ્છાઓ પાઠવી
અંબાજી 19 સપ્ટેમ્બર હિ.સ. પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે ભાદરવા માસના શુકલ પક્ષમાં ભાદરવ
નવ નિયુક્ત પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ, ભાદરવી પૂનમની શુભેચ્છાઓ પાઠવી


અંબાજી 19 સપ્ટેમ્બર હિ.સ.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે ભાદરવા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. જેમાં લાખોની સંખ્યામાં માઈભકતો પદયાત્રા કરીને મા ના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીને ધજા અર્પણ કરી, પોતાના ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં માને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે રદ કરવામાં આવેલ છે પરંતુ બાધા, આખડી/ માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે. ભાદરવી પૂનમનો સમયગાળો તા.૧૫/૯/૨૦૨૧ થી તા.૨૦/૯ /૨૦૨૧ સુધીનો છે.

તાજેતરમાં રાજ્ય સરકારમાં નવ નિયુક્ત માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન , પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ અંબાજી આવતા યાત્રાળુઓ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટને ભાદરવી પૂનમની શુભેચ્છાઓ પાઠવી છે. મંત્રી એ પોતાના કાર્યાલયનો પ્રથમ પત્ર ભાદરવી પૂનમનો શુભેચ્છા સંદેશ આપીને કાર્યભારની શુભ શરૂઆત કરી છે. શુભેચ્છા સંદેશમાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

તેમણે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી સામે ખૂબ જ મોટી સંખ્યામાં વેકસીનેશન અભિયાનમાં સૌએ આપેલ સહકારની તેમણે પ્રસંશા કરી છે. અને સૌને કોરોનાની સંભવિત ત્રીજી લહેર ધ્યાનમાં રાખી સરકાર એ નિયત કરેલ ગાઈડલાઈનું પાલન કરવા સોશિયલ ડીસ્ટન્સીંગ રાખવા તેમજ માસ્ક અવશ્ય પહેરવાની અરજ કરી છે તથા હાલની કોરોનાની મહામારીમાં સમસ્ત જન સમુદાય નિરોગી રહે અને ગૌરવશાળી ગુજરાતની જગ જનની મા અંબે રક્ષા કરે તેવી માં અંબેને હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરી છે

હિન્દુસ્થાન સમાચાર મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande