Custom Heading

,ભારત રત્ન લતા મંગેશકર, કોરોના પોઝિટિવ
મુંબઈ, નવી દિલ્હી,11 જાન્યુઆરી (હિ.સ.) મંગળવારે ભારત રત્ન લતા મંગેશકરનો, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્
લતા મંગેશકર


મુંબઈ, નવી દિલ્હી,11 જાન્યુઆરી (હિ.સ.) મંગળવારે ભારત રત્ન લતા મંગેશકરનો, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ તેમને તાત્કાલિક દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના, આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લતા મંગેશકરની તબિયત, સ્થિર હોવાનું કહેવાય છે.

સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, સોમવારે લતા મંગેશકરની તબિયત ખરાબ થયા બાદ, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે સવારે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ, પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં, દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની ઉમર 92 વર્ષની છે. તેથી તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આ અંગે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

બીજી તરફ લતા મંગેશકરના ઘરે કામ કરતા કર્મચારીઓનો, પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના આખા આવાસને, સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. લતા મંગેશકર કોરોના પોઝિટિવના સંપર્કમાં, કેવી રીતે અને કોના સંપર્કમાં આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. લતા મંગેશકર સામાન્ય રીતે, પોતાના ઘરની બહાર નીકળતા નથી.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર / માધવી


 rajesh pande