Custom Heading

ઇન્ડિયા ઓપન 2022- અશ્મિતા ચાલિહાએ, જીત સાથે કરી શરૂઆત
નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ, મંગળવારે ઈન્ડિયા ઓપન
અશ્મિતા ચાલિહાએ


નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ, મંગળવારે ઈન્ડિયા ઓપન 2022માં શાનદાર પદાર્પણ કર્યું હતું. અશ્મિતાએ પ્રથમ રાઉન્ડમાં, રશિયાની પાંચમી ક્રમાંકિત અને વિશ્વમાં નંબર 28, એવગેનિયા કોસેત્સ્કાયાને, 24-22, 21-16 થી હરાવી હતી.

કેડી જાધવ ઈન્ડોર હોલમાં રમાયેલી આ મેચની, પ્રથમ ગેમમાં અશ્મિતાએ સારી શરૂઆત કરી હતી અને એક તબક્કે તેણે 11-5 ની સરસાઈ મેળવી હતી. જો કે, તે પછી તેણે ભૂલો કરવાનું શરૂ કર્યું અને કોસેત્સ્કાયાએ 14-14ની બરાબરી કરી. ત્યાર બાદ કોસ્સેસ્કાએ 19-16 ની સરસાઈ મેળવી હતી, પરંતુ ગુવાહાટીની અશ્મિતાએ શાનદાર વાપસી કરીને, અંતે 24-22 થી જીત નોંધાવી હતી.

બીજી ગેમ પણ આવી જ રીતે શરૂ થઈ અને એક તબક્કે, અશ્મિતાએ 11-4 ની લીડ મેળવી હતી. જોકે એક તબક્કે રશિયન ખેલાડીએ સ્કોર 19-16 કરી દીધો હતો. પરંતુ આ વખતે અશ્મિતા વધુ નિયંત્રણમાં હતી અને તેણે 31 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં 24-22, 21-16 થી જીતી નોંધાવી હતી. બીજા રાઉન્ડમાં અશ્મિતાનો મુકાબલો, હવે ફ્રાન્સની યેલે હોયાક્સ સામે થશે. જેણે ભારતની રિયા મુખર્જીને હરાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande