Custom Heading

વધતા કોરોનાના કેસની વચ્ચે, દિલ્હીમાં ખાનગી ઓફિસો બંધ રહેશે
નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અનેક નિયંત્રણો લાદવામાં આ
કોરોનાના કેસ


નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અનેક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) એ, મંગળવારે રાજધાનીમાં ખાનગી ઓફિસો બંધ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. ડીડીએમએ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, તેમને ટેક અવેની મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ખાનગી ઓફિસોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સોમવારે ડીડીએમએ એ કોરોનાને લઈને એક બેઠક યોજી હતી. જે બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. હવે મંગળવારે ડીડીએમએ એ તેની સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત ખાનગી ઓફિસોને હોમ મોડથી એટલેકે ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં, છૂટની શ્રેણીમાં આવતી ઓફિસો સિવાય, તમામ ખાનગી ઓફિસો બંધ રહેશે.

સોમવારે રાજધાનીમાં, કોરોનાના 19 હજાર, 166 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી 17ના મોત થયા હતા. તે જ સમયે, સંક્રમણ દર વધીને 25 ટકા થઈ ગયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / માધવી


 rajesh pande