બોટાદના રાણપુર ખાતે ભાદર નદીના કિનારે ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવી, પોલીસે તેનું નામ ખુશી પાડ્યું
અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) બોટાદ શહેરના પાસે આવેલા રાણપુર શહેરના ભાદર નદી પાસે આવેલા કબ્રસ્તાનન
બોટાદના રાણપુર ખાતે ભાદર નદીના કિનારે ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવી, પોલીસે તેનું નામ ખુશી પાડ્યું


અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) બોટાદ શહેરના પાસે આવેલા રાણપુર શહેરના ભાદર નદી પાસે આવેલા કબ્રસ્તાનની દીવાલ પાસે આજે બપોરે 12.30 કલાકે કોઈ નવજાત બાળકીને મુકીને ચાલી ગયું હતું, ત્યારે ગામલોકોની નજર પડતા તેમને અવાવરું પશુ બાળકીને મારી ના નાખે તે માટે તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. નવજાત બાળકી મળી આવતા સમગ્ર પંથકમાં વાયુવેગે આ વાત ફેલાઈ ગઈ હતી, લોકોના તોલા પણ એકત્ર થવા લાગ્યા હતા. પોલીસે તરત ઘટના સ્થળે આવીને બાળકીનો કબજો લઈ લીધો હતો, પોલીસે તરત 108 ને જાન કરી હતી, 108 નાં ડોકટરે ઘટના સ્થળે આવીને બાળકીને ચેક કરતા તે એકદમ સ્વસ્થ જણાઈ આવી હતી. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને ત્યજી દેવાયેલી બાળકીના માતાપિતાની શોધખોળ શરુ કરી દીધી છે, હાલ તો બોટાદ જીલ્લા પોલીસ વાળા દ્વારા તે બાળકીનુ ખુશી નામથી નામકરણ કર્યું છે. નવજાત બાળકીને હાલ રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવી છે અને પોલીસ સ્ટાફ અને હોસ્પિટલનો સ્ટાફ આ નવજાત બાળકીની સંભાળ રાખી રહ્યો છે. હવે બાળકીના માતાપિતાની ભાલ જલ્દી મળે તેવી પ્રભુ આગળ પ્રાર્થના કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande