વડોદરા,16 જાન્યુઆરી (હિ. સ.) ગુજરાતમાં 27 ડિસેમ્બરથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં વડોદરામાંપણ છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણના એક હજારથી વધુ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વડોદરામાં ગોત્રી, સમરસ અને SSG હોસ્પિટલમાં આરોગ્યની સુવિધા અપગ્રેડ કરવામાં આવી રહી છે. વડોદરાના કોવિડ નિષ્ણાંત ડૉ શીતલ મિસ્ત્રીના મતે હાલનો વાઈરસ 8થી 10 દર્દીને ચેપ લગાવી શકે છે. જો કે ઓમિક્રૉન ફેફસા પર ઓછો હુમલો કરે છે. ભારતમાં રસીકરણના કારણે મોટાભાગના દર્દીઓમાં સામાન્ય લક્ષણ છે. ભારતમાં આગામી બે-ત્રણ સપ્તાહમાં કોરોના વાયરસના કેસ વધે તેવી શક્યતા છે. જો આ અંગે ડૉ. શીતલ મિસ્ત્રીના મતે કોરોના સંક્રમણ આગામી બે-ત્રણ મહિનામાં જ અંકુશ મેળવી લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના ની સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઇ ગઇ છે. અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરા માં જોવા મળી રહ્યા છે. વડોદરામાં ત્રીજી લહેરમાં કોરોનાથી પહેલુ મોત થયાનું સત્તાવાર રીતે નોંધાયુ છે.
હિન્દુસ્થાન સમાચાર, રેશ્મા નિનામા