Custom Heading

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર પુરજોશમાં, 8 લોકોના મોત, રાજ્યમાં નવા 10,150 કેસો સામે આવ્યા
અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) દેશમાં નવા વર્ષની શરૂઆત સાથે કોરોનાના નવા વોરીયન્ટ ઓમીક્રોનની એન્ટ્ર
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર પુરજોશમાં, 8 લોકોના મોત, રાજ્યમાં નવા 10,150 કેસો સામે આવ્યા


અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) દેશમાં નવા વર્ષની શરૂઆત સાથે કોરોનાના નવા વોરીયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી થઈ હતી, ત્યારથી લઈને આજ સુધી ઓમીક્રોનના ભરડામાં દેશના કેટલાય શહેરો ભરાઈ ચુક્યા છે, જેમાં એક ગુજરાત રાજ્યમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, રાજ્યના ઘણા શહેરોમાં પણ નવા વેરીયન્ટ ઓમીક્રોને કેટલાય લોકોને હોસ્પિટલ ભેગા કરી દીધા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસની અંદર નવા કેસો 10 હજાર 150 નોંધાયા છે અને તેની સામે 6 હજાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કુલ 3,115 નવા કેસ નોંધાયા ની જાણકારી મળી રહી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 6,26 લાખ લોકોના કોરોનાના કેસો પોઝીટીવ આવ્યા છે, તેની સામે મરણ નો આંકડો 10 હજારથી વધુ નોંધાયો છે, હોસ્પીતાલ્માથી અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે, હાલમાં 63,610 એક્ટીવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 83 દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આજે ગુજરાત રાજ્યમાં કુલ 8 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande