Custom Heading

છેલ્લા 24 કલાકમાં 2,71,202 દૈનિક નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ સામે આવ્યા, 28.17 ટકાનો વધારો
નવી દિલ્હી/અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) છેલ્લા 24 કલાકમાં 66 લાખ ( 66,21,395) રસી ડોઝના વહીવટ સાથ
છેલ્લા 24 કલાકમાં 2,71,202 દૈનિક નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 7,743 કેસ સામે આવ્યા, 28.17 ટકાનો વધારો


નવી દિલ્હી/અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) છેલ્લા 24 કલાકમાં 66 લાખ ( 66,21,395) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 156.76 કરોડ (1,56,76,15,454)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 1,68,19,744 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,50,85,721 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,38,331 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 94.51% થયો છે. છેલ્લા 24 કલાકમા ભારતમાં દૈનિક 2,71,202 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 15,50,377. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 4.18% છે, સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,65,404 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 70.24 કરોડથી વધારે (70,24,48,838) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 13.69% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 16.28% નોંધાયો છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande