Custom Heading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકેલી યોજનાઓથી દેશમાં અને ગુજરાતમાં કરોડો લોકો લાભાન્વિત થયા
- સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસનું સૂત્ર સાર્થક થયું છે વડોદરા/અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) ભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકેલી યોજનાઓથી દેશમાં અને ગુજરાતમાં કરોડો લોકો લાભાન્વિત થયા


- સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસનું સૂત્ર સાર્થક થયું છે

વડોદરા/અમદાવાદ,16 જાન્યુઆરી (હિ.સ.) ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધા પછી વડોદરામાં માધ્યમ સંવાદ કર્યો હતો.તે પછી તેમણે દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા યોજિત કાર્યક્રમમાં ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ્સ નું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 થી વિવિધ લોકલક્ષી જે યોજનાઓ અમલમાં મૂકી છે તેનાથી દેશમાં અને ગુજરાતમાં કરોડો લોકો લાભાન્વિત થયાં છે અને સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસનું તેમનું સૂત્ર સાર્થક થયું છે.તેઓ સાચા અર્થમાં વિકાસ પુરુષ અને માત્ર ભારતના નહિ પણ વિશ્વના સૌ થી લોકપ્રિય નેતા છે. યોજનાવાર વિગતો આપતાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશમાં 44 કરોડ 11 લાખથી વધુ અને ગુજરાતમાં 1 કરોડ 67 લાખથી વધુ ગરીબોના બેંક ખાતા ખુલ્યા છે.તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દેશમાં 32 કરોડથી વધુ લોકોને અને ગુજરાતમાં 99 લાખથી વધુ લોકોને ધિરાણ અને તેના માધ્યમથી આત્મ નિર્ભરતા મળી છે. ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં 8 કરોડ થી વધુ અને ગુજરાતમાં 34 લાખ થી વધુ ઘરોને રાંધણ ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.

તેમણે શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે જેના હેઠળ દેશમાં શહેરી ગરીબોને 53 લાખ 42 હજાર અને ગુજરાતમાં 6 લાખ ૩૦ હજાર લોકોને તથા ગ્રામીણ ગરીબોને દેશમાં 2 કરોડ 12 લાખ 92 હજાર અને ગુજરાતમાં ૩ લાખ ૩૩ હજાર લોકોને ઘર મળ્યા છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી દેશમાં 2 કરોડ 78 લાખ થી વધુ અને ગુજરાતમાં 27 લાખ કરતાં વધુ લોકોને આરોગ્ય રક્ષાનો લાભ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સરદાર સાહેબે સેંકડો રજવાડાનું વિલીનીકરણ કરીને અખંડ ભારતની રચના કરી.સરદાર સરોવર પાસે તેમની,વિશ્વની સૌ થી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને મોદી સાહેબે ઘણું મોટું કામ કર્યું છે.અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બમણી ઊંચી આ પ્રતિમા દેશની એકતાને મજબૂત કરે છે. તેઓ મહાત્મા બુદ્ધ માટે પણ ઘણો ઊંડો આદર ધરાવે છે અને એટલે જ અમારો પક્ષ તેમની સાથે છે.એક પક્ષ અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે સરદાર સાહેબની પ્રતિમાનો અનાદર કરવો ઉચિત નથી. આજે 16 મી જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટ અપ ડે છે તેની યાદ અપાવતા મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી સ્ટાર્ટ અપને પ્રોત્સાહિત કરી રહ્યાં છે જેના હેઠળ ઉદ્યોગ સ્થાપનાથી રોજગારી વધશે, બેરોજગારીનું નિવારણ થશે અને દેશના અર્થતંત્રને મજબૂતી મળશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની અનુચિત ટીકા કરવી ઠીક નથી અને આવું કરનારને યોગ્ય સજા થવી જોઈએ.મહાત્માજી ગુજરાતના હતા અને તે સમયે સંયુક્ત પ્રાંત હતું એટલે તેઓ મહારાષ્ટ્રના પણ છે.મુંબઈના મણીભુવન સાથે તેમની યાદો જોડાયેલી છે.તેમના લીધે દેશને 50 થી 60 વર્ષ વહેલી આઝાદી મળી.સ્વતંત્રતાના સંગ્રામમાં ડો.બાબા સાહેબ આંબેડકર તેમની સાથે રહ્યાં.તેમના માટે ગર્વ છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande