Custom Heading

મ્યાનમારના આતંકવાદીઓ, મણિપુરને હચમચાવી નાખવાનું કાવતરું રચ્યું, ગુપ્તચર અહેવાલ
ઇમ્ફાલ, નવી દિલ્હી,16 જાન્યુઆરી (હિ.સ.) પડોશી મ્યાનમારના આતંકવાદી જૂથોએ 27 ફેબ્રુઆરી અને 03 માર્ચે ય
મ્યાનમારના આતંકવાદીઓ, મણિપુરને હચમચાવી નાખવાનું કાવતરું રચ્યું, ગુપ્તચર અહેવાલ


ઇમ્ફાલ, નવી દિલ્હી,16 જાન્યુઆરી (હિ.સ.) પડોશી મ્યાનમારના આતંકવાદી જૂથોએ 27 ફેબ્રુઆરી અને 03 માર્ચે યોજાનારી મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં, લોહિયાળ કાવતરું ઘડ્યું છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા, આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે ગુપ્ત માહિતીના આધારે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા દળના એક વરિષ્ઠ અધિકારીએ, નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ અહેવાલને પગલે ભારતીય સેનાના પેરા સ્પેશિયલ ફોર્સ (એસએફ)ના જવાનોએ, પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) હેઠળ ગુરુવારે સવારે 4.30 વાગ્યે મ્યાનમારના સેના ગામમાં ઘુસી ગયા હતા.

સુરક્ષા દળના અધિકારીએ દાવો કર્યો હતો કે, મ્યાનમાર સ્થિત વિદ્રોહી જૂથ, પૂર્વોત્તરના વિદ્રોહીઓની મદદથી મણિપુરમાં વિદ્રોહી ગતિવિધિઓ હાથ ધરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, પ્રતિબંધિત આતંકવાદી જૂથો નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન ) કે (કેડ્બ્લ્યું/એ ) અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલ એ ) કે (કેવાય /એ ) એ મ્યાનમારમાં નવા થાણા સ્થાપ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ સૂચવે છે કે આતંકવાદી જૂથો મણિપુરમાં સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande