Custom Heading

પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ 86 ડોલરને પાર
નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડી
પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ 86 ડોલરને પાર


નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બંને ઈંધણના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જોકે, ક્રૂડ ઓઈલ હાલમાં પ્રતિ બેરલ 86 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર રહી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દેશના અન્ય મહાનગરોમાં પેટ્રોલની કિંમત મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં અનુક્રમે 109.98 રૂપિયા, 104.67 રૂપિયા અને 101.40 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલ પણ આ મહાનગરોમાં અનુક્રમે 94.14 રૂપિયા, 89.79 રૂપિયા અને 91.43 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

જો કે, પોર્ટ બ્લેર, નોઈડા, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, શિલોંગ, પણજી, શિમલા, લખનૌ, દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની નીચે છે. તે જ સમયે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે.

નોંધનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસ માર્કેટમા ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 83.82 ડોલર અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 86.06 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/ માધવી


 rajesh pande