અમદાવાદ,16 જાન્યુઆરી (હિ. સ.) જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. ''આપ''માં જોડાયાના છ મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપ સાથે જોડાશે. સૂત્રોના જાણાવ્યા મુજબ આવતી કાલે 12 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરશે. નોંધનીય છે કે ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા.સાત મહિના પહેલા વિજય સુવાળા આપમાં જોડાયા હતા,આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપ સાથે જોડાયા બાદ તેમણે જણાવ્યું હતું કે નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકારો સામે લડાઈ કરી શકું.'' હવે તેઓ ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે.
હિન્દુસ્થાન સમાચાર,રેશ્મા નિનામા