Custom Heading

બંગાળની ઝાંખી આ વખતે પણ, ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ નહીં થાય, મમતાએ પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી
કોલકાતા, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આ વર્ષે પણ રાજધાની દિલ્હીમાં રાજપથ ખાતે, યોજાનારી પ્રજાસત્
બંગાળની ઝાંખી આ વખતે પણ, ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ નહીં થાય, મમતાએ પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી


કોલકાતા, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આ વર્ષે પણ રાજધાની દિલ્હીમાં રાજપથ ખાતે, યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ અંગે નારાજગી વ્યક્ત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે વડા પ્રધાનને બંગાળની ઝાંખીના સમાવેશ પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

રવિવારે મુખ્યમંત્રી બેનર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેઓ કેન્દ્ર સરકારના નિર્ણયથી આશ્ચર્ય અને દુ:ખ છે. કેન્દ્રના આ નિર્ણયથી સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન થયું છે. પુનર્વિચારની માંગ કરતા મુખ્યમંત્રીએ પત્રમાં લખ્યું છે કે, "બંગાળે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. એટલા માટે કેન્દ્રના આ નિર્ણયથી બંગાળની જનતાને દુઃખ થયું છે."

આઝાદીના 75માં વર્ષમાં આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ વર્ષે પ્રજાસત્તાક દિવસ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એકસાથે ઉજવવાનું નક્કી કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ સરકારે ઝાંખી મોકલવાની મંજૂરી માંગી હતી, પરંતુ કેન્દ્રએ તેનો સ્વીકાર કર્યો ન હતો. ગત વર્ષે પણ કેન્દ્રએ પ્રજાસત્તાક દિવસની રેલીમાં રાજ્યની કન્યાશ્રી સહિત અનેક સામાજિક યોજનાઓની ઝાંખીનો સમાવેશ કર્યો ન હતો. પત્રમાં મમતા સરકારે સ્વતંત્રતા સંગ્રામમાં બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય, અરબિંદો ઘોષ અને બિરસા મુંડા જેવી હસ્તીઓની ભૂમિકા દર્શાવી છે. મમતાએ લખ્યું, "રાષ્ટ્રવાદનો મંત્ર 'બંદે માતરમ' લખનારા સૌપ્રથમ ઋષિ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય હતા. જે પાછળથી રાષ્ટ્રગીત બની ગયું. બ્રિટિશ સંસ્થાનવાદી અર્થવ્યવસ્થાની ટીકા કરતો નિબંધ લખનાર પ્રથમ વ્યક્તિ, રમેશચંદ્ર દત્ત હતા. સુરેન્દ્રનાથ બેનર્જીએ દેશની પ્રથમ રાષ્ટ્રીય રાજકીય સંસ્થા, ભારતીય સંઘની રચના કરી હતી."

મમતાએ કહ્યું કે," બંગાળની ઝાંખીને નકારવાનો અર્થ આ ઈતિહાસને નકારવાનો છે, જે બંગાળીઓનું અપમાન કરવા સમાન છે. " તેમણે પત્રમાં લખ્યું છે કે, “કેન્દ્રના આ નિર્ણયથી આઘાત અને દુઃખી છું. તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કર્યું છે."

હકીકતમાં, નેતાજીની જન્મજયંતિના અવસર પર કેન્દ્ર સરકારે, 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા આ ફંક્શન 26 જાન્યુઆરીના દિવસથી શરૂ થતું હતું. આને ધ્યાનમાં રાખીને બંગાળી થીમનું નામ "નેતાજી અને આઝાદ હિંદ વાહિની" રાખવામાં આવ્યું હતુ.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / માધવી


 rajesh pande