કેનેડાએ ચીની ટેલિકોમ કંપનીઓ Huawei અને ZTEના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો
વોશિંગ્ટન, 20 મે (હિ.સ.) કેનેડાની સરકારે ચીની ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ Huawei અને ZTEના ઉત્પાદનો અને
કેનેડાએ ચીની ટેલિકોમ કંપનીઓ Huawei અને ZTEના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો


વોશિંગ્ટન, 20 મે (હિ.સ.) કેનેડાની સરકારે ચીની ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ Huawei અને ZTEના ઉત્પાદનો અને સેવાઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ સાથે જ તેમના ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરતી કંપનીઓને પણ તેમને તાત્કાલિક દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. કેનેડાના ઈનોવેશન, સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર ફ્રાન્કોઈસ-ફિલિપ શેમ્પેને ગુરુવારે આ માહિતી આપી હતી.

કેનેડામાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ માટે સ્વતંત્ર સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને કેનેડાના નજીકના સહયોગીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે કેનેડા હવે આ પ્રકારનો નિર્ણય લેનાર યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકે પછી ફાઇવ આઇઝ ઇન્ટેલિજન્સ શેરિંગ જૂથનો પાંચમો અને છેલ્લો સભ્ય દેશ બની ગયો છે. તે એક ગુપ્તચર જોડાણ છે. આ જોડાણે આ ચીની કંપનીઓના ઉપકરણોને તેના 5G નેટવર્કમાં પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા યુએસ ફેડરલ કોમ્યુનિકેશન કમિશને આ ચીની કંપનીઓને 'રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો' જાહેર કરી છે.

હિન્દુસ્તાન સમાચાર/મુકુંદ


 rajesh pande