મોડાસા, 21 મે (હિ. સ.) નડિયાદ - મોડાસા હાઇવે પર મોડાસા તાલુકા ના કોલીખડ ગામ પાસે આવેલા આલમપુર ગામ પાસે બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં અંદાજે 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે. અકસ્માત ના કારણે બંને સાઈડ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગપ્રસરી જવા પામી હતી. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. મોડાસા નગરપાલિકા ની ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. એ બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ આગના બનાવથી 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા હોવાની આશંકા છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાઈવે પર 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર ડોકટર નરેન્દ્રકુમાર મીના, અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાત તેમજ અરવલ્લી જિલ્લા આર ટી ઓ અધિકારી જે કે મોડ અને જિલ્લા ના વહીવટી અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. બે ઇજા ગ્રસ્તો ને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાઉલ્લેખનીય છે મેં આ માર્ગ સિંગલ પટ્ટી અને મોડાસા નડિયાદ રોડ પર રાહીયોલ નજીક જૂનો અને સાંકડો પુલ હોવાથી ટ્રાફિક સમસ્યાઓ પણ ખૂબ રહે છે વધુ માં આ રોડ દિલ્હી થી મુંબઈ તરફ જતા લોડિંગ વાહનો ને ટોલ રકમ ઓછી ભરવા માટે આ માર્ગ નો વધુ ઉપયોગ વાહન ચાલકો કરી રહ્યા છે આ માર્ગ પર ટ્રાફિક ખુબજ રહે છે અને ક્વોરી ઉદ્યોગ ના કારણે પણ લોડિંગ વાહનો પુરપાટે જતી હોય છે અનેકવાર અકસ્માતો માં કેટલાય લોકો ની જિંદગી હોમાઈ ગઈ ના દાખલા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા રોડ પહોળો કરવા માટે અને ટ્રાફિક મોડાસા થી વાયા ગોધરા ,વડોદરા,સુરત મુંબઈ ફોર લેન હોવા છતાં ટોલ રકમ બચાવવા માટે લોડિંગ વાહન વ્યવહાર નો ધસારો રહેતો હોય છે હવે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની આંખ ખુલે અને અકસ્માત થતા અટકાવવા પ્રયત્નો કરે તેવી લોકો આશારાખી રહ્યા છે
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ