પ્રણામી વણકર સમાજનો સમુહ લગ્નોત્સવ માં સામાજિક સમરસતા દ્વારા પુસ્તકો વિતરણ કર્યા
મોડાસા, 21 મે(હિ. સ.) અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા અને
પ્રણામી વણકર સમાજનો સમુહ લગ્નોત્સવ માં સામાજિક સમરસતા દ્વારા પુસ્તકો વિતરણ કર્યા


મોડાસા, 21 મે(હિ. સ.) અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા અને પુસ્તકો વિતરણ કર્યા હતાઆ શુભ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર , પૂર્વ મંત્રી શ્રી કરસનદાસ સોનેરી , મોડાસા ધારાસભ્ય રાજુભાઇ, મહેશભાઇ ,હેમલત્તાબેન , વિનોદ ચક્રવર્તીશ્રી અને સામાજિક સમરસતા સમિતિના ચંદ્રકાન્તભાઇ હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા . અઢાર નવ દંપતીઓ એ પ્રભુતા માં પગલા પાડ્યા હતા. સમરસતા સમિતિના સંયોજક શ્રી ચંદ્રકાન્ત પટેલ તથા સમિતિના જિલ્લા સદસ્ય નરેશભાઇ દ્વારા દરેક નવ દંપતીઓને બાબા સાહેબ આંબેડકરજી ની છબી તથા “ ગૃહસ્થાશ્રમ પ્રવેશ - શ્રેષ્ઠ સંતાનની ઉત્પત્તિ “ વિષે ની પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી . આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ભરતભાઇ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિના મુલ્યે આંખના નંબર ચેક કરી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું .આ સેવા કરતા ભરતભાઇ પરમાર તથા ડોક્ટર સાહેબ અને સ્ટાફને સમરસતા સમિતિના સંયોજક શ્રી ચંદ્રકાન્ત પટેલે ફુલછડી આપી અભિનંદન આપ્યા. સમરસતા સમિતિ ના સંયોજક દ્વારા સમુહ લગ્નોત્સવ સમિતિના આયોજકો નું સન્માન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande