ચેસમાં ભારતના 16 વર્ષના પ્રજ્ઞાનાનંદે બીજી વાર નંબર-1 વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો
ભારતીય ગ્રાંડમાસ્ટર પ્રજ્ઞાનાનંદ રમેશપ્રભુએ 2022માં વર્લ્ડ ચેમ્પિયન મૈગનસ કાર્લસન પર બીજી વાર જીત નો
ચેસમાં ભારતના 16 વર્ષના પ્રજ્ઞાનાનંદે બીજી વાર નંબર-1 વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો


ભારતીય ગ્રાંડમાસ્ટર પ્રજ્ઞાનાનંદ રમેશપ્રભુએ 2022માં વર્લ્ડ ચેમ્પિયન મૈગનસ કાર્લસન પર બીજી વાર જીત નોંધાવી છે. ચેઝબલ માસ્ટર્સના પાંચમાં રાઉન્ડમાં નોર્વેના કાર્લસને મોટી ભૂલ કરી અને તેનો ફાયદો ઉઠાવતા પ્રજ્ઞાનાનંદે જીત મેળવી. આ જીત સાથે જ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેંટમાં પ્રજ્ઞાનાનંદ નોક આઉટમાં પહોંચવાની આશા રહેલી છે. ત્રણ મહિનામાં આ બીજો મોકો છે, જ્યારે પ્રજ્ઞાનાનંદે કાર્લસનને માત આપી છે. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તેણે એરથિંગ્સ માસ્ટર્સમાં વિશ્વ ચૈમ્પિયન કાર્લસનને હરાવ્યો હતો.આ તેની કાર્લસન પર પહેલી જીત હતી. હવે ત્રણ મહિના બાદ ફરી ઇતિહાસનું પુનરાવર્તન થશે.150 હજાર અમેરિકા ડોલર (1.16 કરોડ રૂપિયા)ના ઈનામી રકમવાળી આ ટૂર્નામેંટના પાચમા રાઉન્ડમાં પ્રજ્ઞાનાનંદ અને કાર્લસનની વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ ડ્રો તરફ આગળ વધી હતી, પણ 40માં મૂવમાં કાર્લસને મોટી ભૂલ કરી, તેણે કાળા ઘોડાને ખોટી જગ્યાએ મુકી દીધો. ત્યાર બાદ ભારતીય ખેલાડીએ તેને પાછા ફરવાનો મોકો આપ્યો નહીં, અને અચાનક જ તેને હારનો સામનો કરવો પડ્યો. કાર્લસનની ભૂલના કારણે મેચ જીત્યા બાદ પ્રજ્ઞાનાનંદે કહ્યું કે, તે આવી રીતે મેચ જીતવા નથી માગતો.ચેઝબલ માસ્ટર્સ ટૂર્નામેંટનો બીજો દિવસ ખતમ થયા બાદ કાર્લસન બીજા સ્થાન પર છે. ચીનના વીયી આ ટૂર્નામેંટમાં પ્રથમ સ્થાન પર છે. તો વળી પ્રજ્ઞાનાનંદની પાસ 12 પોઈન્ટ્સ છે. દુનિયાના સૌથી નાના ગ્રાંડમાસ્ટર અભિમન્યૂ મિશ્રા પણ આ ટૂર્નામેંટમાં ભાગ લીધો છે, જેમાં 16 ખેલાડી ભાગ લઈ રહ્યા છે.

એરથિંગ્સ માસ્ટર્સના આઠમાં રાઉન્ડમાં ભારત તરફથી પ્રજ્ઞાનાનંદે મોટા ફેરફાર કરતા વિશ્વ ચેમ્પિયન કાર્લસને હરાવ્યો હતો. આ ટૂર્નામેંટમાં સૌથી ખેલાડી હતો. કાર્લસને ભારતીય ગ્રાંડમાસ્ટર્સની સામે કેટલીય ભૂલો કરી હતી અને અ્ંતમાં મેચ પણ હારી ગયો હતો. આ અગાઉ બંને ખેલાડી ત્રણ વાર ટક્કર થઈ ચુકી છે. અને ત્રણેય વાર કાર્લસન જીત્યો હતો. પણ ચોથી મેચમાં ભારતીય ખેલાડીએ જીત હાંસલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર, રેશ્મા નિનામા


 rajesh pande