જામનગર માં ફીડબેક સંસ્થા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અન્વયે કાર્યક્રમ યોજાયો
જામનગર, 21 મે (હિં. સ.) જામનગર મા ગત તારીખ 18 અને બુધવાર ના આરામ હોટલ માં સ્ટેકહોલ્ડર ઓરીએન્ટે
જામનગર માં ફીડબેક સંસ્થા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અન્વયે કાર્યક્રમ યોજાયો


જામનગર, 21 મે (હિં. સ.) જામનગર મા ગત તારીખ 18 અને બુધવાર ના આરામ હોટલ માં સ્ટેકહોલ્ડર ઓરીએન્ટેશન અને ક્ષમતા નિર્માણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકાના ઝોનલ ઓફિસર, એસ આઈ અને એસ એસ આઈ જોડાયા હતા.

જામનગરમાં શરૂ કરાયેલ સંકલિત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ પ્રમોશન પ્રોજેક્ટ ના ભાગ રૂપે કચરો વ્યવસ્થાપન પ્રણાલી ને મજબૂત કરવા માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં યુ.એન ડી.પી, નાયરા ,જામનગર મહાનગરપાલિકા અને એફ એફ સી ટી નો ગાઢ સહયોગ છે. કાર્યક્રમ માં મુખ્ય ઉદ્દેશ સહભાગી ઓ ને પ્રોજેક્ટ ના ઉદ્દેશ્ય ને પુનરાવર્તીતી કરવનો,ભાગીદારી અભિગમ સમજાવવાનો, અને પ્રોજેક્ટના ઉદેશયો ની તુલનામાં ભૂમિકાઓ અને જવાબદારીઓ નુ.અંતર વિશ્લેષણ કરવાનો હતો.

આ કાર્યક્રમમાં યુ એન ડી પી ના પ્રતિનિધિ મિત્તલ પટેલ, નાયરા ના અનુરાગ અને ફીડબેક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના બીશ્વજીત મુખરજી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પ્રોજેકટના અમલીકરણ માં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / કિંજલ કારસરીયા


 rajesh pande