મોડાસા : જીવણપુર પાસે મામેરું લઇ નીકળેલ પરિવારનું ટ્રેકટર રોડ સાઈડ ઉતરી પડતાં સર્જાયો અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત
મોડાસા, 21 મે(હિ. સ.) અરવલ્લી જીલ્લામાં શનિવારે અકસ્માતની હારમાળા સર્જાઈ હોય તેવો ઘાટ સર્જાયો હત
મોડાસા : જીવણપુર પાસે મામેરું લઇ નીકળેલ પરિવારનું ટ્રેકટર રોડ સાઈડ ઉતરી પડતાં સર્જાયો અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત


મોડાસા, 21 મે(હિ. સ.) અરવલ્લી જીલ્લામાં શનિવારે અકસ્માતની હારમાળા સર્જાઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો મોડાસા-ધનસુરા રોડ પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટનાના ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જો કે જાનહાની ટળી હતી મોડાસાના પાદરડી ગામમાંથી મામેરું લઇ ટ્રેકટરમાં નીકળેલા મામેરીયાઓનું ટ્રેકટર રોડ સાઈડ ઉતરી પડતા ભારે અફરાતફરી મચી હતી અકસ્માતના પગલે ટ્રેકટરમાં બેઠેલા લોકોએ ચીસાચીસ કરી મુકતા સ્થાનિક લોકો મદદમાં દોડી આવ્યા હતા ટ્રેકટરમાં સવાર બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના પાદરડી ગામે થી ટ્રેકટર લઈ લગ્ન પ્રસંગમાં મામેરું લઈ નાપડા ગામે જવા નીકળ્યા હતા ટ્રેકટર ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડ ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande