સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ
મોડાસા, 21 મે(હિ. સ.) સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરી
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ


મોડાસા, 21 મે(હિ. સ.) સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરી, સભાખંડ, હિંમતનગર ખાતે યોજાઈ હતી.આ સંકલન બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય દ્વારા રાયગઢ-રાજેન્દ્રનગરના પેટાપરા વિસ્તાર તથા સિવિલ વિસ્તાર સામેના વિસ્તારમાં વસાહતના સનદ અને ૭/૧૨ના ઉતારાના પ્રશ્ન, અનિયમિત એસ.ટી બસની સુવિધા, શાળાના ઓરાડાના નિર્માણ તેમજ વીજળી, રોડ, પીવાના પાણી અને તળાવો ભરવા બાબતના પ્રશ્ન રજૂ કર્યા હતા, જેનો તાકીદે ઉકેલ લાવવા સબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. જયારે જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજ પટેલ દ્વારા વિજયનગરના કાથોડી પરીવારના વસાહત અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો. આ ઉપરાંત બેઠકમાં ૩૦ મેના રોજ વિધાર્થીઓ માટે યોજાનાર કારર્કિદી માર્ગદર્શન કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ ૩૧ મે રોજ પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે થનાર સંવાદ અંગે જિલ્લાના લાભાર્થીઓની યાદી તૈયાર કરવા માટે વિવિધ વિભાગોને સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લાના ફન્ટલાઇન કોરોના વોરીર્યસને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આંતકવાદ વિરોધ દિન નિમિત્તે અધિકારીઓ શપલ લીધા હતા આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા, નિવાસી કલેક્ટર એચ.આર. મોદી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande