સાબરકાંઠા જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયોસાબરકાંઠા જિલ્લાના ૨૫૬ સ્વ સહાય જૂથોને રૂ. ૩૫૯.૮૦ લાખનું ધિરાણ કરાયું અરવલ્લી
મોડાસા, 21 મે(હિ. સ.) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી
સાબરકાંઠા જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો*સાબરકાંઠા જિલ્લાના ૨૫૬ સ્વ સહાય જૂથોને રૂ. ૩૫૯.૮૦ લાખનું ધિરાણ કરાયું*                 અરવલ્લી


મોડાસા, 21 મે(હિ. સ.)

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લાના ૨૫૬ સ્વ સહાય જૂથોને રૂ. ૩૫૯. ૮૦ લાખનું કરાયું હતું જયારે શ્રેષ્ઠ બેક સખી અને શ્રેષ્ઠ સ્વ સહાય જૂથનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની ગરીબ પરિવારની બહેનો આર્થિક રીતે પગભર બની શકે તે માટે સ્વસહાય જૂથોનું નિર્માણ કરવામાં આવે છે. આવા સંગઠીત સ્વરૂપે થયેલા બહેના સખી મંડળ માત્ર બચત જ નહિ પરંતુ અન્ય બહેનો માટે રોજગારીની નવી દિશાનું નિર્માણ કરે છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામિણ મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ અમલમાં મુકી છે. જેને રાજયની આ સરકાર વધુ વેગવંતી બનાવતા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ તથા સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી મહેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કલ્પેશ પાટીદારે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં જિલ્લાના ૯૭૮ જૂથો દ્વારા ધિરાણ માટે અરજી કરી હતી તે પૈકી ૪૨૮ જૂથોની અરજીઓ માટે રૂ. ૬૦૪.૫૦ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી આજે આ મહા કેમ્પમાં ૨૫૬ જૂથોને રૂ. ૩૫૯. ૮૦નું ધિરાણ કરવામાં આવશે. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તેમજ બેંકર્સનું મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તેમજ જિલ્લાના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત રહેલ સખીમંડળ તથા ગ્રામ સંગઠનોને ચેક તથા મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.આ ઉપરાંત કેમ્પમાં ઉપસ્થિત બહેનોને ગો ડિઝીટલ ગો સિક્યુરીટી અંગેની લીડ બેંક દ્વારા સમજ આપવામાં આવી હતી. તેમજ બહેનોએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. આ પ્રસંગે જીએલપીસીના જનરલ મેનેજર શ્રીમતી દિપ્તીબેન પરમાર, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રિજીયોનલ મેનેજર શ્રી સંજય કબાડ વિવિધ બેંકના મેનેજરશ્રીઓ તથા બહોળી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. .

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande