12 થી 14 વર્ષના લાભાર્થીઓ માટે બીજા ડોઝ તેમજ 60 થી વધુ તેમજ ફ્રન્ટલાઇન વર્કર મળી 1,16,602 લાભાર્થીઓને રસીકરણથી સુરક્ષિત કરવા મેગા કેમ્પ
મહેસાણા, 21 , મે (હિ. સ) મહેસાણા જિલ્લામાં રવિવાર 22 મે ના રોજ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ યોજાવાન
12 થી 14 વર્ષના લાભાર્થીઓ માટે બીજા ડોઝ તેમજ 60 થી વધુ તેમજ ફ્રન્ટલાઇન વર્કર મળી 1,16,602 લાભાર્થીઓને રસીકરણથી સુરક્ષિત કરવા મેગા કેમ્પ


મહેસાણા, 21 , મે (હિ. સ)

મહેસાણા જિલ્લામાં રવિવાર 22 મે ના રોજ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ યોજાવાનો છે.જેમાં પ્રથમ ડોઝ,બીજો ડોઝ સહિત હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી આગામી રવિવારના રોજ કરવામાં આવનાર છે.જે કાર્યક્રમ અતર્ગત આરોગ્ય કેન્દ્ર સહિત ડોર ટુ ડોર (હર ઘર દસ્તક) રસીકરણ આપવાનું આયોજન જિલ્લા કલકટર ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના માર્ગદર્શનની આયોજન કરાયું છે

મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી 2021 થી શરૂ થયેલ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરીમાં સફળતા મેળવી છે. 22 મે રવિવારના રોજ મહારસીકરણ અભિયાનમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ માટે 31 મોબાઇલવાન અને 334રસીકરણ બુથોની આગોતરી વ્યવસ્થા કરી છે.15 થી 17 વર્ષ,12 થી 14 વર્ષના લાભાર્થીઓને બીજો ડોઝ અને 60 થી વધુ તેમજ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રિકોશન ડોઝ મળી 1,16,602 લાભાર્થીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું રવિવારે મેગા કેમ્પનું આયોજન કર્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની સુચના મુજબ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકારશ્રી દ્રારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી અમલમાં છે. જેના લાયક લાભાર્થીઓ પૈકી બાકી લાભાર્થીઓ તથા ૧૨-૧૭ વર્ષના લાયક લાભાર્થીઓ પૈકી બીજા ડોઝ માટે બાકી લાભાર્થીઓને વહેલી તકે વેકસીનથી રક્ષીત કરવાં જરૂરી છે

મહેસાણા જિલ્લામાં તા.૨૨/૦૫/૨૦૨૨ને રવિવારના રોજ મેગા કેમ્પનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો વિષ્ણું પટેલે અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંકેત સિડાના


 rajesh pande