મોડાસા તાલુકા ના કોલીખડ નજીલ આલમપુર ગામ પાસે ત્રિપલ અકસ્માત સ્થળની જાત તપાસ કરતાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના
મોડાસા, 21 મે(હિ. સ.) અરવલ્લીના મોડાસા - ધનસુરા રોડ પર ત્રીપલ અકસ્માતની ઘટનામાં લોકોના મોતની આશં
While inspecting the triple accident site near Kolikhad Nazil Alampur village of Modasa taluka, Collector Shri Dr. Narendra Kumar Meena


મોડાસા, 21 મે(હિ. સ.) અરવલ્લીના મોડાસા - ધનસુરા રોડ પર ત્રીપલ અકસ્માતની ઘટનામાં લોકોના મોતની આશંકાના સમાચાર મળતાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી. જાત તપાસ કરી કલેકટર એ યોગ્ય તપાસનાં નિર્દેશ આપ્યા. તેમને જણાવ્યું કે ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત છે.આગ પર 90% કાબૂ મેળવવામાં આવ્યો છે. બંને તરફનાં ટ્રાફીકને અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઘટનાના સમાચાર મળતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી. પોલીસ વડા , અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે હાજર. જિલ્લા અધિકારીઓએ સ્વયં ઘટનાસ્થળની મુલાકાત લઈ કામગીરી હાથ ધરી.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande