શું અમિતાભ અને શાહરૂખ ફરી એક વાર પડદા પર સાથે આવશે ?
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક થ્રો
શું અમિતાભ અને શાહરૂખ ફરી એક વાર પડદા પર સાથે આવશે ?


સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી છે, જેમાં ફિલ્મ 'ડોન' ના અસલ પોસ્ટર પર અમિતાભ-શાહરૂખ ખાનનો ઓટોગ્રાફ આપવામાં આવ્યો છે. આ તસવીર સામે આવ્યા પછી, ચાહકો અનુમાન કરી રહ્યા છે કે, શાહરુખ અને અમિતાભ કભી ખુશી કભી ગમ અને મોહબ્બતેં જેવી હિટ ફિલ્મો પછી ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તે જ સમયે, અમિતાભની આ પોસ્ટ પછી ડોન 3 ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, બિગબીની આ પોસ્ટ એ વાતનો સંકેત છે કે ટૂંક સમયમાં જ અમિતાભ-શાહરુખ ફિલ્મ ડોન 3 માં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે, પરંતુ ચાહકોની ઉત્તેજના જોતા લાગે છે કે તે અમિતાભ અને શાહરૂખની જોડીને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. બંનેની ઓનસ્ક્રીન જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જોકે, ટૂંક સમયમાં શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર/સુરભી સિંહા / માધવી


 rajesh pande