ઓસ્કાર વિજેતા દિગ્દર્શક પોલ હેગીસની, જાતીય શોષણના કેસમાં ધરપકડ
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) ઓસ્કાર વિજેતા કેનેડિયન દિગ્દર્શક પોલ હેગીસની, જાતીય શોષણના કેસમાં ધરપકડ ક
પોલ


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) ઓસ્કાર વિજેતા કેનેડિયન દિગ્દર્શક પોલ હેગીસની, જાતીય શોષણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇટલીના બ્રીન્ડીસી પ્રાંતના ઓસ્ટુની શહેરના, મંગળવારથી એલોરા ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થવાનો છે, હેગીસ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાના હતા. તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે, પોલીસે પોલ હેગીસની પૂછપરછ માટે, ધરપકડ કરી છે.

પોલ હેગીસ પર એક વિદેશી મહિલાને, તેની સંમતિ વિના બે દિવસ સુધી સેક્સ માટે દબાણ કરવાનો આરોપ છે. જો કે, હેગીસે શુક્રવારે જારી કરેલા નિવેદનમાં, આ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું હતું કે, તેમના પર લગાવેલ આ આરોપો બધા પાયાવિહોણા, આક્ષેપો છે. મેં એવું કઈ જ કર્યું નથી. હું, નિર્દોષ છું. આ બાબત જલ્દીથી તપાસ કરવામાં આવે. એવું તેમણે તેના વકીલ મારફત કહેવડાવ્યું છે.

‘હું નિર્દોષ છું. મેં ક્યારેય એવું કંઈ કર્યું નથી.’ હેગીસે એક નિવેદનમાં કહ્યું કે, આ મામલાની વહેલી તકે તપાસ થવી જોઈએ.

પોલ હેગીસ ઓસ્કાર વિજેતા છે, અને ક્રેશ આ ફિલ્મ માટે તેને ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુધાંશુ જોશી / માધવી


 rajesh pande