પેટ્રોલ અને ડીઝલના ભાવ, 29 મા દિવસે સ્થિર છે....
નવી દિલ્હી, 20 જૂન ( હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટીને 113 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છ
પેટ્રોલ અને ડીઝલના ભાવ, 29 મા દિવસે સ્થિર છે....


નવી દિલ્હી, 20 જૂન ( હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટીને 113 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. જોકે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત, હાલમાં સ્થિર છે. જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ, સતત 29 મા દિવસે, બંને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર, અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યું.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.84 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લિટર છે. એ જ રીતે ચેન્નઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવાનો સિલસિલો યથાવત છે. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ દીઠ 112.71 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 109.09 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / માધવી


 rajesh pande