'દ્રશ્યમ 2' ની પ્રદર્શનની તારીખ નક્કી
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) અજય દેવગન, તબ્બુ અને શ્રિયા સરન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2' ની પ્રદર્શનની તા
્ીેપબસ


નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) અજય દેવગન, તબ્બુ અને શ્રિયા સરન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2' ની પ્રદર્શનની તારીખ, નિર્માતાઓ દ્વારા નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 18 નવેમ્બરના સિનેમાઘરોમાં આવશે. અજય, તબ્બુ અને શ્રિયા ઉપરાંત, આ ફિલ્મમાં અક્ષય ખન્ના, ઈશિતા દત્તા અને રજત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. દૃષ્ટિમ 2નુ, નિર્માણ ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ ફિલ્મને અભિષેક પાઠક નિર્દેશિત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર મોહનલાલ વર્ષ 2013 માં, મલયાલમમાં રિલીઝ થયેલી 'દ્રશ્યમ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2015 માં આ જ ટાઇટલ સાથે, હિન્દીમાં રિલીઝ થઈ હતી. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ હતી. જેમાં અજય દેવગન લીડ રોલમાં હતો અને તેના પાત્રનું, નામ વિજય સાવરકર હતું. દ્રશ્યમ ફિલ્મના પહેલા ભાગની સફળતા બાદ, હવે ફિલ્મના બીજા ભાગમાં શું નવું છે અને અજય દેવગણ આ વખતે કેવી રીતે, પોતાના પરિવારની રક્ષા કરશે તે જોવું રસપ્રદ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી


 rajesh pande