માલીમાં આતંકવાદી હુમલામાં, 130 ના મોત
બામકો, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં, અઠવાડિયાના અંતે થયેલ કાયરતાપૂર્ણ અને
માલીમાં આતંકવાદી હુમલામાં, 130 ના મોત


બામકો, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં, અઠવાડિયાના અંતે થયેલ કાયરતાપૂર્ણ અને બર્બર આતંકવાદી હુમલામાં, 130 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા.

એક સત્તાવાર નિવેદન અનુસાર, કાતિબાત મૈકિના જેહાદી સશસ્ત્ર જૂથ (અલ-કાયદા આતંકવાદી જૂથ સાથે સંકળાયેલ) ના, આતંકવાદીઓએ મોપ્તી ક્ષેત્રના ડાયલાસગૌ શહેરમાં, શાંતિપ્રિય નાગરિકોને નિશાન બનાવ્યા. તેણે ડિયાનવેલી અને ડેગ્યુસૈગો નજીકના સમુદાયોને, પણ નિશાન બનાવ્યા.

માલી 2015 થી આતંકવાદ સામે લડી રહ્યું છે. આ વર્ષે 20 નવેમ્બરના રોજ, આતંકવાદીઓએ માલીની રાજધાની બમાકોમાં, રેડિસન બ્લુ હોટલને નિશાન બનાવી હતી અને 20 થી વધુ લોકોને ગોળી મારી દીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande