એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે, ભારતે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપના, ત્રીજા દિવસે ભારતે 2 બ્રોન્ઝ મેડલ જીત
એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે, ભારતે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા


નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપના, ત્રીજા દિવસે ભારતે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. રોનાલ્ડો સિંહે, 1 કિમી ટાઈમ ટ્રાયલ ઈવેન્ટમાં, દેશનો પ્રથમ ઈન્ટરનેશનલ મેડલ જીત્યો હતો. ચેમ્પિયનશિપમાં ભારતે, અત્યાર સુધીમાં 20 મેડલ જીત્યા છે.

વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને એશિયન રેકોર્ડ ધારક, રોનાલ્ડો સિંહ લૈટનજમમાં 58.254 કિમી/કલાકની ટોચની ઝડપે, સાયકલ પેડલ કરી અને લીડરબોર્ડ પર આવવા માટે, 1:01.798 સેકન્ડનો સમય લીધો હતો.

તેણે મેન્સ સિનિયર કેટેગરીની, 1 કિમી ટાઈમ ટ્રાયલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં તેનો અને ભારતનો આ પહેલો મેડલ હતો.

જાપાનના યુતા ઓબારાએ, 1:01.118 સે (59.902 કિમી/કલાકની ઝડપ) માં, આ ગોલ્ડ મેડલ જીત્યો અને મલેશિયાના સાઇકલિસ્ટ મોહમ્મદ ફાદિલે, 1:01.639 સેકન્ડમાં સિલ્વર મેડલ જીત્યો.

મેડલ જીત્યા બાદ રોનાલ્ડોએ કહ્યું કે, હું અહીં ગોલ્ડ માટે આવ્યો હતો, પરંતુ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો. મેં માત્ર મારા ગયા વર્ષના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું, જે ગોલ્ડ માટે પૂરતું ન હતું. મેડલનો રંગ બદલવા માટે - મારે મારી ટેક્નોલોજી પર વધુ ધ્યાન આપવું પડશે.

બિરજીત યુમનામે, ભારત માટે બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની જુનિયર કેટેગરીમાં, તે 10 કિમી સ્ક્રેચ ઈવેન્ટમાં 40 લેપ્સમાં, ત્રીજું સ્થાન મેળવ્યું હતું. કોરિયાના હવારંગ કિમે, ગોલ્ડ જીત્યો હતો જ્યારે મલેશિયાની ઝુલ્ફહમી એમાન બીજા સ્થાને રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande