અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયામાં ભૂકંપના આંચકા, 300 થી વધુ લોકોના મોત
કાબુલ/ઈસ્લામાબાદ/જકાર્તા/કુઆલાલંપુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી અફઘાન
ભૂકંપ 


કાબુલ/ઈસ્લામાબાદ/જકાર્તા/કુઆલાલંપુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ભૂકંપના આંચકા જીવલેણ સાબિત થયા હતા. આ આફ્ટરશોક્સમાં 300 થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

બુધવારે સવારે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં, ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર, 6.1 માપવામાં આવી હતી. અમેરિકી ભૂ-વૈજ્ઞાનિકના સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 44 કિમી દૂર હતું અને પૃથ્વી પેટાળમાં 51 કિમીની ઊંડાઈએ ધ્રૂજી ઉઠી હતી. અફઘાન ગૃહ મંત્રાલયના અધિકારી સલાહુદ્દીન અયુબીના જણાવ્યા અનુસાર,” આ ભયાનક ભૂકંપની સૌથી વધુ અસર, પક્તિકા પ્રાંતમાં જોવા મળી છે. અહી 255 લોકોના મોત થયા છે અને 200 થી વધુ લોકોને, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ખોસ્તમાં પણ 25 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે અને 100 થી વધુ લોકોને, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.”

અફઘાનિસ્તાનમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેની અસર પડોસી દેશના લાહોર, મુલ્તાન, ક્વેટા વગેરે શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુધવારે સવારે 3:20 વાગ્યે 5.9 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર પાકિસ્તાનના દત્તા ખેલ વિસ્તારથી 30 કિમી દૂર હતું. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકાને કારણે, 20 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

મલેશિયામાં મોડી રાત્રે 5.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી ત્યાંથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ માળખાકીય નુકસાન થયું હોવાના અહેવાલ છે. ત્યાં લોકો રાહત કાર્યમાં લાગેલા છે. ઈન્ડોનેશિયામાં બુધવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ 5.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર નુસા ટેંગારાથી 132 કિમી પૂર્વમાં હતું.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ મિશ્ર / મુકુંદ / માધવી


 rajesh pande